Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભીમા કોરેગાંવમાં દલિતોના શૌર્ય દિન ની ઉજવણી માં ઘાતક હુમલો કરનાર તત્વો ની ધરપકડ કરી સખ્ત પગલાં ભરવા ની માંગ સાથે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

Share

ગત તારીખ ૧.૧.૨૦૧૮ ના રોજ ભીમા કોરેગાંવમાં દલિતોના શૌર્ય દિન ની ૨૦૦ મી જયંતિ પ્રસંગે લાખો લોકો એકત્ર થયા હતા તેની મહારાષ્ટ્ર સરકાર ને અગાઉ થી જાણકારી આપવા છતાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ન હતો તેથી કટ્ટરવાદી હિંદુત્વ માનસ ધરાવતા તત્વો એ વિજય દિન ની ઉજવણી માં ઉપસ્થીત લોકો ના સમૂહ ઉપર પથ્થર મારો કરી ૪૦ થી વધુ વાહનો ની તોડફોડ કરી આંગ ચંપી કરીને ઘાતક હુમલો કરી નિર્દોષ લોકો ને ભારે ઈજાઓ પહોંચાડી ભય નું વાતાવરણ ફેલાવ્યું હતું…….
આ પ્રકાર ના ગુંડા તત્વો સામે મહારાષ્ટ્ર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે આજ રોજ ભરૂચ જીલ્લા સમાહર્તા ને રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ ના હોદેદારો તથા દલિત આદિવાસી અને અલ્પસંખ્યક સમાજ ના અગ્રણીઓ એ આવેદન પત્ર પાઠવી ઘાતક હુમલો કરનાર તત્વો સામે પગલાં લેવા બાબતે રજુઆત કરાઈ હતી……
હારૂન પટેલ

Share

Related posts

સુરત : કોરોનાનું સંક્રમણ પીક પર હોય ત્યારે મેડિકલ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી.

ProudOfGujarat

ગરીબ સગીરા અને તેની બેન અનાજ દળવા ગઈ હતી ત્યારે આરોપી પતિ-પત્નિ ઓળખાળનો લાભ લઈ કપડા અપાવવાના બહાને લઈ જઈ ગોંધી રાખી આરોપી પત્નિની મદદથી બળાત્કાર ગુજારવાના કેસમાં નરાધમ આરોપીને ૧૦ વર્ષ કારાવાસની સખત સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ ફટકારતી નામદાર કોર્ટ…

ProudOfGujarat

માંગરોળ : 4200 ગ્રેડ પે એચ ટાટ આર.આરનો પરિપત્ર કરાવવા બદલ જિલ્લા સંઘનાં પ્રમુખનું સન્માન.

ProudOfGujarat
error: Content is protected !!