ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકાના બચુભાઈ વસાવા વિજયી થયા હતા. તેમનો ૨૩૭ મત સાથે જવલંત વિજય થયો છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને માત્ર ત્રણ મત મળ્યા હતા. આંતરીક ઓડીટર તરીકે દત્તુ વસાવા ચૂંટાઈ આવ્યા છે. મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ૨૩૬ મતદારો પૈકી ૨૩૦ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. ઝઘડિયા, ભરૂચ અને આમોદ ખાતે ઉભા કરાયેલા મતદાન કેન્દ્રો પર જિલ્લાના નવ તાલુકાના શિક્ષક મતદાર પ્રતિનિધિઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શિક્ષક સંઘની આ ચૂંટણીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વર્તમાન પ્રમુખ બચુભાઈ વસાવાને મતદાન થયેલ ૨૩૦ મતોમાંથી ૨૨૭ મત મળતા તેમનો જંગી બહુમતીથી વિજય થયો હતો. ઉપરાંત આંતરીક ઓડીટર તરીકે દત્તુભાઇ વસાવાને ૨૧૮ મત મળ્યા હતા. પ્રમુખ પદના હરીફ ઉમેદવાર કિશોર વસાવાને કુલ મતદાન માંથી માત્ર ત્રણ મત મળ્યા હતા. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષની અમારી જિલ્લાના શિક્ષકો અને બાળકોના હિતમાં પ્રમાણિક કામગીરીના કારણે જિલ્લાના શિક્ષકોએ અમને પ્રચંડ બહુમતીથી જીત અપાવી છે. શિક્ષકોએ તેમનામાં મુકેલા વિશ્વાસને તેઓ સાર્થક કરશે એવી કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ