Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ખાટકીવાડમાં 2 ગૌવંશની કતલનો બનાવ બન્યો…. બનાવ અંગે એક ખાટકી ઝડપાયો જયારે ચાર ફરાર.

Share

ભરૂચનાં ભઠીયારવાડ વિસ્તારનાં ખાટકીવાડ ખાતેથી પોલીસને મળેલ બાતમીનાં આધારે ગૌવંશની કતલ અંગે રેડ કરતા 1 ખાટકી ઝડપાયો હતો જયારે 4 ખાટકી ફરાર થઈ ગયા હતા.
નગરના બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌવંશની કતલ થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસના મહિલા પી.એસ.આઇ એફ. એચ. પટેલ તેમની ટિમ સાથે ભઠીયારવાડ ખાટકીવાડ વિસ્તારમાં પહોંચી ગયા હતા. જ્યાં કેટલાક ઈસમો પશુની કતલ કરતા જણાયા હતા. પરંતુ પોલીસને જોતા અલ્લારખા ગુલામ રસુલ કુરેશી, હનીફ અનવર કુરેશી, તેમજ અનવર કુરેશી તમામ રહે ભઠીયારવાડ ફરાર થઈ ગયા હતા. જયારે અફસર અનવર કુરેશી રહે. સફારી પાર્ક ઝડપાઇ ગયો હતો. ઘટના સ્થળે બે બળદ અર્ધ કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા વેટનરી ડોક્ટરને બોલાવી સેમ્પલ લેવડાવી પ્રાથમિક અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ બી ડિવિઝન પોલીસે ગૌવંશની કતલ અંગે ગુનો દાખલ કરી તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

ProudOfGujarat

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

પાલેજ નગરમાં પવન સાથે તોફાની વરસાદ ખાબકતા નવરાત્રીનો મંડપ ધરાશાયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!