ભરૂચ નગરનાં કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગુજરાત ગેસની પાઇપ લાઈન લીકેજ થતા ગેસ લીક થયો હતો. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કતોપોર ઢોળાવ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈનનું કામકાજ ચાલી રહ્યું હતું આવા સમયે અચાનક પાણીની પાઇપ લાઈન નજીકથી પસાર થતી ગુજરાત ગેસ લાઈનની પાઇપ લાઈન લીકેજ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે ગેસ પાઇપલાઈન લીકેજ થતા કોઈ અજુગતી ઘટના બની ન હતી. જોકે કેટલાકે વાતાવરણમાં દુર્ગધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતા ગુજરાત ગેસ કંપનીનાં કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમયસરની કામગીરી કરી હતી. ભરૂચ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
Advertisement