ભરૂચ જીલ્લામાં નવરાત્રિ મહોત્સવ ખૂબ મોટા પાયે ઉજવવામાં આવે છે. પરિણામે નવરાત્રિનાં પરંપરાગત પહેરવેશની ભારે માંગ નવરાત્રિ મહોત્સવનાં દિવસોમાં હોય છે. જેના પગલે વેપારીઓ જથ્થાબંધ ધોરણે નવરાત્રિનાં ચણિયાચોલી, કુરતા પાયજામા અને અન્ય પહેરવેશ લઈ આવતા હોય છે. કેટલાક વેપારીઓ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અવનવા ડ્રેસોનું વેચાણ કરી જીવન ગુજરાન કરે છે. તેવા સમયે આ વર્ષે કોરોના મહામારીનાં પગલે હવે વેપારીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેઓ પોતાનું આર્થિક રોકાણ રિકવર કરવા સસ્તા ભાવે પહેરવેશનું વેચાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેવા સમયે કેટલાક વેપારીઓ ગત વર્ષોમાં વધેલ પહેરવેશ પણ સસ્તામાં વેચવા સેલનું આયોજન કરવા વિચારે પરંતુ નવરાત્રિ મહોત્સવ યોજતો ન હોય તેવા સમયે આવા સેલમાંથી કોણ ખરીદી કરશે તે એક સમસ્યા છે.
Advertisement