મૂળ નિવાસી સંધ દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં રાપર ખાતે થયેલ આશાસ્પદ યુવાન એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી પર થયેલ પ્રાણઘાતક હુમલાને વખોડી નાંખવામાં આવ્યું હતું. એડવોકેટ દેવજીભાઇ હક અને અધિકારની લડાઈ લડતા હતા તેઓ પ્રમાણિક કાર્યકર હતા. તેઓની ઓફિસ પર પોલીસની હાજરી ચોવીસ કલાક રહેતી પરંતુ હત્યા થઈ ત્યારે પોલીસની હાજરી ન હતી તે પોલીસની નિષ્ક્રિયતા જણાય છે. આમ ગુજરાતમાં ખુલ્લેઆમ ગુનેગારોને છૂટોદોર મળ્યો હોય તેવું જાણવા મળ્યું છે. મૂળ નિવાસી સંધની માંગ છે કે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરે. તેમજ વસ્તી ગણતરી લોકશાહીનો મુખ્ય હેતુ હોવાનું જણાવાયું હતું. જેમાં ભારતીય સંવિધાનનાં અનુસંધાન 16 (4) નાં અનુસંધાને પછાત વર્ગનાં નાગરિકોના રોપમાં સંવિધાન કરવામાં આવ્યું છે. હજારો વર્ષોથી પીડિત તેમજ સુશ્રીત મૂળ નિવાસી બહુજનોને સંવિધાન લાગુ કર્યા બાદ અનમતનાં માધ્યમથી હક આપવામાં આવ્યા છે. આ અનામતની વ્યવસ્થા છે પરંતુ સત્તાધરી જાતિઓ દ્વારા હંમેશા એવા પ્રયાસો કરવામાં આવ્યા છે કે અનામત પ્રતિનિધિ દ્વારા પૂર્ણ ન થવા દેવાય. આમ મૂળ નિવાસી સંધ દ્વારા આદિવાસી, અનુસુચિત જનજાતિઓના હકના રક્ષણની માંગ કરી હતી.
ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement