ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તા સુધીનાં રસ્તાનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ ભરૂચ નગર પાલિકાના વિપક્ષના સભ્યોએ નગરપાલિકાનાં મુખ્ય અધિકારી સંજય સોનીની મુલાકાત લઇ ફાટાતળાવથી ચાર રસ્તા સુધીના માર્ગનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાળા, યુસુફભાઇ મલેક, લાલભાઈ શેખ, ઈબ્રાહીમ કલકલ તેમજ અન્ય સભ્યોએ નગરપાલિકાનાં મુખ્ય અધિકારી સંજય સોનીની મુલાકાત લઇ જણાવ્યું હતું કે બિસ્માર રસ્તાનાં કારણે વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર સહન કરવું પડી રહ્યું છે. તેમાંય તૂટી ગયેલ ગટરનાં કારણે માર્ગ પર ગંદુ પાણી ફેલાઈ ગયું છે તેથી વેપારીઓ અને ગ્રાહકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે તેથી તાત્કાલિક ધોરણે ફાટાતળાવથી ચાર રસ્તા સુધીના રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તાનાં બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી.
Advertisement