ભરૂચ તાલુકાનાં ટંકારીયાથી પારખેત જવાનાં રસ્તા પરથી ગેરકાયદેસર અને ક્રૂરતા પૂર્વક 13 ભેંસો વહન કરાતી હતી. પાલેજ પોલીસે રૂ 8.68 ની મતા જપ્ત કરી 3 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર અને ક્રૂરતા પૂર્વક વહન કરાતા પશુઓના આ બનાવ અંગે પાલેજ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. પાલેજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા બાતમી મુજબનો ટેમ્પો પસાર થતો જણાયો હતો. જેને ટંકારીયા અને પારખેત ગામ વચ્ચેના રસ્તા પર ઉભો રાખી તેનું ચેકિંગ કરાયુ હતું. જેમાં 13 જેટલી ભેંસો ક્રૂરતા પૂર્વક વહન થતી જણાઈ હતી. પોલીસે આ અંગે એજાજ યાકુબ ધારિયા રહે. કહાન તા. ભરૂચ તેમજ ઈક્રમ મુસા અને કમલેશ શનાભાઈ ચૌહાણ બંને રહે. વલણની અટક કરી હતી. જયારે ટેમ્પા, ભેંસો, રોકડા નાણાં મળી કુલ રૂ 8.68 લાખની મતા જપ્ત કરી વધુ તપાસ પાલેજ પોલીસ કરી રહી છે
ભરૂચ તાલુકાનાં ટંકારીયાથી પારખેત જવાના રસ્તા પરથી ક્રૂરતા પૂર્વક વહન કરાતા પશુ અંગે 3 આરોપીઓની અટક કરવામાં આવી.
Advertisement