ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન – બીડીએમએ ના વર્ષ 2020 થી 2022 સુધીના નવા પ્રમુખ તરીકે વિવિધ ઔધ્યોગિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હરીશ જોષીની નિમણૂક કરવામાં આવી છે. તેઓના નામની જાહેરાત આજે મળેલ વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી.
ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિયેશન – બીડીએમએ એ વર્ષ 1983માં સ્થપાયેલ મેનેજમેન્ટ સંબંધિત વિવિધ કૌશલ્ય સંવર્ધન અંગેના ઉધ્યોગો અને વ્યવસાયીઓનાં જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારના કાર્યક્રમો અને રાષ્ટ્રીય સ્તરના અધિવેશનોનું આયોજન કરે છે. બીડીએમએ દ્વારા છેલ્લા 4 વર્ષમાં અનેક મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તેમજ વિવિધ ફોરમો જેવી કે એચ.આર. ફોરમ, એચ.એસ ફોરમ, વુમન ફોરમ, સીઇઑ ફોરમ, બિઝનેસ એક્સલન્સ ફોરમ, ફાઇનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ અંતર્ગત દેશભરના પ્રતિભાશાળી અનુભવી વકતાઓનો લાભ ભરૂચ જિલ્લાના વ્યવસાયિકોને વિદાય લેતા પ્રમુખ પરાશ શેઠના નેતૃત્વમાં આપ્યો છે. બીડીએમએના પ્રમુખ તરીકે તેઓના કાર્યકાળની મુદત પૂર્ણ થતાં આજરોજ ઓનલાઈન વાર્ષિક સામાની સભા મળી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે અનેક ઔધ્યોગિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હરીશ જોષીની નિમણૂક કરવામાં આવી. આ પ્રસંગે તત્કાલિન પ્રમુખ પરાગ શેઠે તેઓના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. તેઓએ બીડીએમએ વ્યવસાયિકોના સ્કિલ ડેવલપમેંટ તેમજ વર્તમાન પરિપેક્ષ્યમાં ટેકનૉલોજી, સરકારી નીતિ નિયમો અને મેનેજમેંટ ક્ષેત્રે થતાં અવનવા સંશોધનો અંગે યોજાયેલ કાર્યક્રમોની માહિતી આપી હતી. નવનિયુક્ત પ્રમુખ હરીશ જોષીએ જણાવ્યુ હતું કે બહરૂચ જેવા શહેરમાં બીડીએમએ જેવી સંસ્થા દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના યોજાતા કાર્યક્રમોનો મહત્તમ લાભ અહીના વ્યવસાયિકો અને ઉધ્યોગોમાં કામ કરતાં કર્મચારીઓ તેમજ મેનેજમેન્ટે લેવો જોઈએ. કોવિડ – 19 પેંડેમીકના વર્ષમાં કામ કરવાની પરિભાષા બદલાઈ છે. અને તેવા સંજોગોમાં ડિજિટલ પ્લેટફોર્મ થકી આમૂલ પરીવર્તન લાવી શકયા છે. તેઓએ જણાવ્યુ કે આગામી વર્ષોમાં ભરૂચ જિલ્લાના વિવિધ ઉધ્યોગ મંડળ અને સરકારના સહયોગથી બિઝનેસ એક્સલન્સ સેન્ટર તેમજ કન્વેન્શન સેન્ટર ઊભું થાય તેવા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. જાણીતા ઉદ્યોગપતિ કમલેશ ઉદની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા બીડીએમએના પૂર્વ 14 પ્રમુખોના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રસ્થાપિત થઈ રહેલ નવી પરિભાષા અંગેનો ચિતાર આપ્યો હતો. ઉપરાંત સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં રાખીને આવનાર દીવાઓમાં કેવી ચેલેન્જિસ આવશે તે અંગે માહિતી આપી હતી અને નવી ટીમને શુભકામના પાઠવી હતી. આભાર વિધિ કર્તા પૂર્વ પ્રમુખ અશોક પાંજવાની જણાવ્યુ હતું કે ભરૂચ જીલ્લામાં સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્યરત રહેવું પડશે. અને તે દિશામાં બીડીએમએ એ કામ કરી પરિણામો લાવવાની દિશામાં પ્રયાસો કરવા પડશે. નવા પ્રમુખ સાથે નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી જેમાં ઉપપ્રમુખ તરીકે એસવીએમઆઇટીના દેવાંગ ઠાકોર, લૂપીન કંપનીના પ્રવીણદાન ગઢવી, ઇંડોફિલના એસ. પાંડે, સેક્રેટરી તરીકે કલરટેક્ષના મહેશ વસી, જોઇન્ટ સેક્રેટરી તરીકે જીએફએલના સુનિલ ભટ્ટ, બેઇલના બી.ડી.દલવાડી, અને ખજાનચી તરીકે અર્પિતા શાહની નિમણૂક કરવામાં આવી હતી.
ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એશોસિયેશનનાં પ્રમુખ તરીકે હરીશ જોષીની નિમણૂક.
Advertisement