ભરૂચ જીલ્લામાં હાલમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા જણાઈ રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 15 કી.મી. સુધીનો ટ્રાફિક થઈ જતાં ટ્રાફિકજામ થઈ જાય છે તો કેટલીકવાર ગોલ્ડન બ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો ખડી થઈ જાય છે. ત્યારે હવે ફલાય ઓવરબ્રિજનાં બિસ્માર રસ્તાને કારણે ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી છે. નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડેલ છે જેના કારણે સળિયા દેખાવા માંડયા છે
કેટલાક સમય અગાઉ આ ખાડાઓનું સમારકામ કરી ખાડા પૂરી દેવાયા હતા પરંતુ વરસાદ વરસતા ફરી ખાડામાં પૂરેલ કપચી સહિતનું મટીરિયલ બહાર આવી જતાં ફરી ઊંડા ખાડા થતાં ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે. તંત્ર દ્વારા ખાડા પુરવા અંગે ટકાઉ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.
Advertisement