ભરૂચ જીલ્લામાં દિનપ્રતિદિન સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. બેંકના ખાતેદારને લોભામણી લાલચ આપી તેમજ બોગસ ફોન કરી પોતે બેંકનાં મેનેજર હોવાનું અથવા કસ્ટમર કેરનાં અધકારી હોવાનું જણાવી બેંકનાં ખાતાની વિગત જાણી લઈ બારોબાર બેંકમાંથી નાણાં ટ્રાન્સફર થયા હોવાના બનાવ ભરૂચ જીલ્લામાં બની રહ્યા છે. તે સાથેસાથે હવે તો લિન્ક મોકલી લાલચ આપી અને સાથે ક્રાઇમ કરનાર આરોપીઓ જાતે ફોન પર વાત પણ કરી રહ્યા છે. આવા સમયે તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસે એક સફળતા મેળવી હતી. પી.આઇ. જે.એન. ઝાલા અને પી.આઇ. એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ છેતરપિંડીનો બનાવ ઉકેલમાં સાયબર ક્રાઇમને સફળતા પ્રાપ્ત થઈ હતી. જેમાં આરોપીઓએ ગૂગલ દ્વારા વેબસાઇટ પરથી ફેસબુકની તમામ વિગતો જાણી ફેસબુક હેક કરી માહિતી મેળવી લીધી હતી અને ગુપ્ત માહિતી મેળવી ખાતામાંથી રૂ.54001 ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક સાધતાં પોલીસે સતર્કતાથી અરજદારને પાછા ખાતામાં રૂપિયા જમા કરાવી આપ્યા હતા.
ભરૂચ જીલ્લામાં વધતાં જતાં સાયબર ક્રાઇમની સામે સાયબર સેલની સફળતા, જાણો વધુ.
Advertisement