ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત વાહનોની અવરજવર રહે છે તેવા સમયે ટ્રફીકજામની સમસ્યાને પગલે વાહનોની કતારો ખડી થઈ ગઈ છે એવા સમયે ટ્રાફિકમાં ઉભેલ ટ્રક ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને જે રીતે રસ્તો દેખાય તેમ ટ્રાફીકમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે અને માર્ગ પર બિસ્માર રસ્તા હોવાથી ખાડા હોવાથી ટ્રક પલટી ખાવાના બનાવો બન્યા હતા. ગતરોજ નબીપુર પાસે તો આજે ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રાફિકજામની સમસ્યા સાથે સાથે ટ્રક પલટી ખાતા પોલીસની કામગીરીમાં સતત વધારો થઇ રહ્યો છે.
Advertisement