રાહુલસિંહ નાનકસિંહ ખંડેલવાલ હથિયાર સાથે ભરૂચનાં સેવાશ્રમ રોડ ખાતેથી ઝડપાયો તે અગાઉ પણ રાહુલસિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હિરવાએ પોતાના પતિની હત્યા અંગે સબજેલમાં હતી તે દરમ્યાન રાહુલને પ્રેમ સંબંધ બંધાયા હતા જેથી બંને સબજેલમાંથી નીકળ્યા બાદ સાથે જ રહેતા હતા. ત્યારબાદ હિરવા અને કુટુંબી જનો વચ્ચે વારંવાર વાદવિવાદ થયા અને કેટલીકવાર કેટલાક વાદવિવાદ પોલીસના ચોપડે પણ ચઢયા. આવા સમયે રાહુલસિંહ ખંડેલવાલ હિરવાની માલીકીની કારમાં રાત્રિનાં સમયે હથિયારો સાથે ઝડપાયો હતો. આ હથિયારો રાહુલસિંહ કયાંથી લાવ્યો હતો તેમજ તેનો હેતુ શું હતો તે અંગેની તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડનાં દિવસો દરમ્યાન રાહુલને સી ડીવીઝન કસ્ટડીમાં રખાયો હતો. તે દરમિયાન ગતરોજ તા.24-9-2020 નાં રોજ સવારે 9 વાગ્યે ફરજ પરના PSO રમણભાઈએ તેને ટોઇલેટ માટે બહાર કાઢતા રાહુલએ PSO રમણભાઈને ધક્કો મારી કૂદી ફરાર થઈ ગયો હતો. આ અંગે PSO એ સી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. રાહુલ સી ડીવીઝનનાં બીજા માળેથી કૂદયો ત્યારે કોઈ વાહન કે કોઈ વ્યક્તિ તેને લેવા માટે ઊભી હતી કે કેમ ? રાહુલનું ફરાર થવું પૂર્વ આયોજીય કાવતરું હતું કે કેમ ? તે તપાસનો વિષય બની ગયો છે. સી ડીવીઝન પોલીસ મથકથી શિવકૃપા હોટલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધીની સફર કયાં વાહનમાં અને કોની સાથે થઈ તે અંગે પૂરતી તપાસ થાય અને ચોંકાવનારી માહિતી મળે તેવી સંભાવના છે.
ભરૂચ : કુખ્યાત આરોપી રાહુલસિંહ ખંડેલવાલને ફરાર થવામાં કોઈ મદદમાં હતું કે ન હતું ? વાહનનો ઉપયોગ થયો હતો કે નહીં ? તમામ બાબતો તપાસનો વિષય.
Advertisement