Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહંમદપુરા ખાતે આવેલ શેઠ કોમ્પ્લેક્ષમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો.

Share

ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા મહંમદપુરા ખાતે શેઠ કોમ્પ્લેક્ષનાં બીજા માળ પરના ફલેટ નં.212 માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર તા.24-9-2020 નાં સાંજનાં 7:45 થી 10 વાગ્યા સુધીનાં સમયમાં શેઠ કોમ્પ્લેક્ષનાં ફલેટ નં. B-212 બીજા માળ મહંમદપુરા ખાતે ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં તસ્કરોએ બંધ મકાનનાં દરવાજાનો નકૂચો તોડી ઘરમાં મુકેલ લોખંડની તિજોરી ચાવી વડે ખોલી અંદરથી રૂ.10,000 તેમજ સોનાના દાગીના મળી કુલ રૂ. 2,57,500 ની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. બી ડીવીઝન પોલીસ મથકની હદમાં બનેલ આ બનાવ ઉપરથી એમ કહી શકાય કે હવે બે કે ત્રણ કલાક માટે પણ મકાનને તાળું મારવું સુરક્ષિત રહ્યું નથી. ભરૂચ પંથકમાં ઘરફોડ ચોરીનાં બનાવો થઈ રહ્યા છે ત્યારે ચોરી અંગે લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

કોરોના ને આમંત્રણ આપતા દ્રશ્યો: સુરત થી નવસારી જઈ રહેલ હાઈવે પર વાહનો જે માણસો ને ઢોરની જેમ બેસાડી રહ્યા છે જે કોરોના ને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે

ProudOfGujarat

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં પનીરનાં વેપારીઓના ત્યાં દરોડા પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!