ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ તા.24-9-2020 નાં રોજ મુખ્યમંત્રીને સંબોધીને એક બોગસ પત્ર લખ્યો છે. આ પત્રમાં શરૂઆતમાં તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધની સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ ગુંડાધારાને આવકારી હતી અને એવી આશા વ્યકત કરી હતી કે આ ધારાને અનુલક્ષીને અસામાજિક તત્વોને કાબૂમાં લઈ શકાશે પરંતુ સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં સ્પષ્ટ અને સીધી ભાષામાં લખ્યું છે કે ઘણા અસમાજિક તત્વો રાજકીય અગ્રણીઓની છત્રછાયામાં રહીને અસમાજિક પ્રવૃતિઓ કરી રહ્યા છે. જે અંગે સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે મુજબ નર્મદા જીલ્લાનાં મોવી ત્રણ રસ્તા પાસે ચોકડી વિસ્તારમાં કોઈપણ જાતની મંજૂરી કે પરવાનગી વગર રાજકીય વગ ધરાવતા અસમાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર બાંધવાની પ્રવૃતિ કરવામાં આવી છે. જે અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત મનસુખ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે મહિલા સરપંચ પર કેટલાક સામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ બનાવને 10 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છતાં કોઈ આરોપીને પોલીસ પકડતી નથી. સાંસદ મનસુખ વસવાના પત્રનો અર્થ એ થાય છે કે રાજયમાં ગુંડાધારાના કાયદો લાવવો એ આવકારદાયક બાબત છે તેનું અમલીકરણ પણ થવું જોઈએ તે અતિ આવશ્યક બાબત છે.
ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને બોગસ પત્ર લખ્યો જાણો શું.
Advertisement