ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભરૂચ નગર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છેલ્લા ત્રણ દિવસોથી ટ્રફિક જામની સમસ્યા સર્જાઈ છે ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર એક તરફ ટ્રાફિક વધી રહ્યો છે તે સાથે માર્ગ પર ઉંડા ખાડા હોવાના પગલે વાહનો ખાડામાં ફસાઈ રહ્યા છે આજે એક ટ્રક પણ પલ્ટી ખાતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બની હતી. ટ્રાફિક પોલીસ દ્વારા પલ્ટી ખાધેલ ટ્રકને સીધી કરવા ક્રેન વડે પ્રયાસ કરાઈ રહ્યા છે. જયારે રાજ્ય ધોરીમાર્ગ પરની ટ્રાફિક જામની સમસ્યા અંગે જોતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાના પગલે ઘણા મોટરકાર જેવા વાહનો ગોલ્ડન બ્રિજ એટલે કે રાજ્ય ધોરીમાર્ગ તરફ આવતા ગોલ્ડન બ્રિજ પરનો ટ્રાફિક વધતા ત્યાં પણ ટ્રાફીક જામની સમસ્યા સર્જાતા વાહનોની કતારો ઉભી થઈ ગઈ હતી.
ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.
Advertisement