ભરૂચ પોલીસતંત્રનાં પોલીસ કર્મચારીઓની જાપ્તામાં રહેલ કેદીઓ અને આરોપીઓ ફરાર થવામાં સફળ થઈ રહ્યા છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે. અગાઉ સબજેલમાં રહેલ કાચા કામના બે આરોપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતા જે બે કેદીઓ ફરાર થવામાં સફળ થયા હતા. પરંતુ એક કેદી ઝડપાઇ ગયો હતો અને એક કેદી હજી ફરાર છે. તેવા સમયમાં તાજેતરમાં સેવાશ્રમ રોડ પર આવેલ રીલાયન્સ મોલ નજીક મોડી રાત્રિનાં સમયે મોટરકારમાં હથિયારો સાથે ઝડપાયેલ રીઢો ગુનેગાર રાહુલ ખંડેલવાલને પોલીસે ઝડપી પાડયો હતો જેને સી ડીવીઝન પોલીસ મથક ખાતે રાખવામા આવ્યો હતો જે આજે સવારે 9 વાગ્યે પોલીસતંત્રની નજર ચૂકવીને આ રીઢો આરોપી ફરાર થવામાં સફળ થયો હતો. જોકે ત્યારબાદ તે શિવકૃપા હોટલ કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ છે ત્યાંથી ઝડપાઇ ગયો હતો. સી ડીવીઝન પોલીસ મથક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ શિવકૃપા હોટલ સુધી રીઢો ગુનેગાર રાહુલ ખંડેલવાલ કઈ રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે. પરંતુ પોલીસતંત્રની આવી ઢીલી નીતિ અને બીજી બાજુ માસ્ક ન પહેરનારા અંગે લાલ આંખ કરતી પોલીસનાં બેવડા ધોરણ અંગે પોલીસતંત્ર ભરૂચ જીલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ભરૂચ : ખુખાર ગુનેગાર આરોપી પોલીસ હીરાસતમાંથી નાસી છૂટયો, જાણો વધુ.
Advertisement