ભરૂચ જીલ્લા કલેકટરને લખી ગામ ગ્રામ પંચાયત દ્વારા કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીની વિરુદ્ધમાં ધરણાં આંદોલન કરવા અંગે પરવાનગી માંગવામાં આવી હતી. આ અંગે જણાવાયું છે કે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી તેમજ પ્રદૂષણ કરવામાં આવે છે. જે અંગે અગાઉ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેમજ જીલ્લા કલેકટર ધારા સભ્ય, જીલ્લા પંચાયત પ્રમુખ, મામલતદાર વગેરેને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ આવેલ નથી જેથી વાજબી માંગ અંગે કંપની વિરુદ્ધ ધરણાં કરવા અંગે માંગ કરવામાં આવી છે.
Advertisement