ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલ દૂધધારા ડેરી નજીકની ઇન્દિરા આવાસ તરીકે ઓળખાતી મકાન યોજના નજીકની ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વરસાદનાં સમયે ભોલાવ વિસ્તારનાં પાણીનાં નિકાલની સમસ્યા વર્ષોથી ચાલી રહી છે ત્યારે નવા નવા બાંધકામો બંધાતા પાણીનાં નિકાલ અંગે અવરોધ સર્જાયા છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા ગટરો ઉભરાતા ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં લોકો સડક પર આવી ગયા હતા. વરસાદ રોકાય જતાં પણ ભોલાવ વિસ્તારમાંથી ઝડપથી પાણીનો નિકાલ થતો નથી જેના પગલે રહીશોએ વ્યાપક ફરિયાદ કરી હોવા છતાં કોઇ કાયમી ઉકેલ આવ્યો નથી. હાલ ઝુંપડપટ્ટીનાં રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
Advertisement