સમાજસેવી અને ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલનાં પ્રમુખ સલિમ પટેલ ફાંસીવાલાનાં નિધન અંગે રાજયસભા સાંસદ અહેમદભાઇ પટેલે ઘેરા શોકની લાગણી વ્યકત કરી હતી. તેમને જણાવ્યુ હતું કે સમાજે એક સાચો સમાજ સેવક ગુમાવ્યો છે જેની ખોટ પૂરી શકાશે નહીં. ભરૂચ તાલુકાનાં કરમાડ ગામનાં વતની અને સેવાનાં પદ પર ચાલી સમગ્ર જીલ્લામાં લોક ચાહના મેળવનાર સલિમભાઈ પટેલનાં નિધનથી અહેમદભાઇ પટેલે સ્વજન ગુમાવ્યા હોય એવી લાગણી વ્યકત કરી હતી. સલિમભાઈ પટેલે સમાજનાં દરેક વર્ગને મદદરૂપ થવા સેવાકીય કાર્યો કર્યા હતા. સમાજ સેવા અંગે તેમનો ઉત્સાહ અનોખો હતો. આ અંગે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઇ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે ગઈ કાલે જ એમની ટેલિફોનિક વાતચીતમાં સલિમભાઈએ એડમિટ થવા અંગેની વાત કરી હતી અને આજે તેઓ મુંબઈ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો જે ખૂબ જ દુખદ છે. વધુમાં સાંસદ અહેમદભાઇ પટેલે સલિમભાઈ પટેલને લોકોની સાથે જોડાઈ રહેનાર અને સમાજનાં છેવાડાનાં માનવીને મદદરૂપ થવાઈ એવાં એમના હંમેશા પ્રયાસો રહ્યા હતા. પટેલ વેલ્ફેર હોસ્પિટલનાં પ્રમુખ તરીકે પોતાની વેલ્ફેર હોસ્પિટલને કોવિદ હોસ્પિટલ તરીકે શરૂ કરી ખૂબ જ ઉમદા સેવાનું કામ કરી રહ્યા હતા તેઓ શૈક્ષણિક સંસ્થા અને સેવાની સાથોસાથ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાય તેવી ઘણી સંસ્થાઓમાં ઉમદા યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી ભરૂચ જીલ્લાએ એક સાચા સમાજ સેવકને ગુમાવ્યા છે જેની ખોટ સમાજને અને કોંગ્રેસ પક્ષને પડી છે તે લાંબા સમય સુધી પૂરી ન શકાય એમ શોક સંદેશમાં સાંસદ અહેમદભાઇ પટેલે જણાવ્યુ હતું.
ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલનાં પ્રમુખ સલીમભાઈ ફાંસીવાલાનાં નિધન અંગે સાંસદ અહેમદભાઇ પટેલે અત્યંત ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પી શોક વ્યક્ત કર્યો.
Advertisement