ચાલુ વરસાદની સિઝનમાં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. હાલ મધ્યપ્રદેશમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.
આજે નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ૧.૪૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ૧૩૭.૦૩ મીટરે પહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા, ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ નર્મદા બંધનું લાઇવ સ્ટોરેજ ૫૨૪૦.૩૦ MCM નોંધાયું છે.
રાજપીપળા આરીફ જી કુરેશી