ભરૂચ નજીકથી પસાર થતાં અને ગુજરાતની મુંબઈ અને અમદાવાદ તેમજ દિલ્હીનાં માર્ગો માટે કરોડરજજુ સમાન એવા ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિકજામ રહેવાના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યા નિરાકરણ અંગે પોતાના તમામ પ્રયાસો કરવા છતાં તેનું પરિણામ જણાયું ન હોય તેમ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી. કોરોના યુગમાં જયારે વખતો વખત દર્દીને એમ્બુલન્સમાં એક શહેરથી બીજા શહેરમાં લાવવા લઈ જવા પડે છે ત્યારે દર્દીઓની એમ્બુલન્સ પણ ટ્રાફિકજામમાં ફસાય હોવાના કિસ્સા સંભરાય રહ્યા છે. આવા સમયે ભરૂચ પોલીસ તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક યથાવત કરવા પૂરતા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.
Advertisement