ભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયારના અધ્યક્ષતામાં યોજાઈ હતી. સામાન્ય સભામાં બે નવી સમિતિની રચના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભાના એજન્ડામાં 12 જેટલાં કામો લેવામાં આવ્યા હતા. વિવિધ કામોનાં ખર્ચાને મંજૂરી આપવમાં આવી હતી. થામ ગામ ખાતે આંગણવાડી માટે જગ્યા ફાળવણી અંગે મજૂરી આપવામાં આવી હતી. મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ અને ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ એમ બે નવી સમિતિની રચના કરવામાં આવી હતી. રાઈટ ટુ એજ્યુકેશનના અનુસંધાને રિજેક્ટ કરવામાં આવેલ એપ્લિકેશન અંગે ફરી તક આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આવી 1546 અરજીઓ સામાન્ય કારણોસર ના મંજુર કરવામાં આવી હતી જેમને ફરી તક આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
Advertisement