Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ચકચારી બી જે પી નેતાઓ ના ડબલ મર્ડર કેસ બાદ થી સુરક્ષા માં આવેલ  બહુચરાજી મંદિર ના પૂજારી જયકર મહારાજે તેઓને આપવા માં આવેલ પ્રોટેક્શન  ગાર્ડ ઉપર હુમલો કરતા ચકચાર મચ્યો હતો…

Share

 :::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના વેજલપુર વિસ્તાર માં આવેલ બહુચરાજી માતા ના મંદિર ખાતે ના પૂજારી જયકર મહારાજ એ તેઓ ની સુરક્ષા માં તૈનાત પ્રોટેક્શન ગાર્ડ ભૂપેન્દ્ર ભાઈ માંગુ ભાઈ વસાવા ઉપર આજ રોજ સવારે અગમ્ય કારણો સર વર્દી ઉપર પાણી નાખતા સુરક્ષા ગાર્ડે વિરોધ કરતા તેની ઉપર લાકડા ના સપાટા વડે માથા ના ભાગે હુમલો કરી જાતિ વીશક્યક અપ શબ્દો બોલતા ઇજાગ્રસ્ત પ્રોટેક્સન ગાર્ડ ભુપેદ્ર ને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસડવામાં આવ્યો હતો……..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ માં ભાજપ ના નેતાઓ ના ડબલ મર્ડર ની ઘટના બાદ થી જયકર મહારાજ ને પોલીસ પ્રોટેક્સન આપવામાં આવ્યું હતું અને જયકર મહારાજ ના પોલીસ કર્મી સાથે ના આ પ્રકાર ના ઉઘટાઈભર્યા વલણ ને લઇ ઘટના પ્રકાસ માં આવતા ભારે ખળભળાટ મચવા પામ્યો હતો….જયારે સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક માં થતા ભરૂચ ડિવિઝન પોલીસ મથક ના કાફલા એ દોડી આવી સમગ્ર ઘટના અંગે જયકર મહારાજ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી………
જયારે સમગ્ર મામલા અંગે જયકર મહારાજે જણાવ્યું હતું કે તેઓ એ સુરક્ષા ગાર્ડ ને માર્યો નથી અને તેઓ ની ઉપર લગાડવામાં આવેલ આક્ષેપો ખોટા છે ભૂલ થી સુરક્ષા ગાર્ડ ઉપર પાણી પડતા તેણે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હોવાનું જણાયું હતું અને સુરક્ષા કર્મી ના આક્ષેપો ને ખોટા નિવેદન હોવાનું જણાવ્યું હતું…..

Share

Related posts

ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટોપ એફ.એમ. દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ,ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી લાઈનો.

ProudOfGujarat

નર્મદા ક્લીન ટેંકના કર્મચારીઓએ કંપની વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો…

ProudOfGujarat
error: Content is protected !!