તાજેતરમાં કૃષિબિલ અંગે ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ ચેરમેન યાકુબ ગુરજીએ કૃષિબિલને ખેડૂતોનાં વિનાશ અને કોર્પોરેટર કંપનીઓનાં વિકાસ તરીકે જણાવ્યુ હતું. આ અંગે વધુમાં યાકુબ ગુરજીએ જણાવ્યુ કે કૃષિબિલ પસાર થતાં વિરોધપક્ષ દ્વારા કાળા દિવસ તરીકે આ દિવસને ઓળખાવાયો. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિષયક મુદ્દે ત્રણ મુદ્દામાં રજૂઆત કરવામાં આવ્યા. જે કોંગ્રેસને તો ઠીક પરંતુ ભારતીય જનતા પાર્ટીનાં સહયોગી પાર્ટી એવા અકાલી દળને પણ યોગ્ય ન લાગ્યું જેથી જ કેન્દ્રિય મંત્રીએ ખેડૂતો વિરોધ બિલને વખોડી નાંખી પોતે રાજીનામુ આપ્યું. આ ઉપરથી મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિ સ્પષ્ટ થાય છે. કેન્દ્રિયમંત્રીનાં રાજીનામાથી કૃષિબિલનો પ્રથમ વિરોધ થયો જયારે આ અંગે પણ મોદી સરકારે વિરોધ પર આક્ષેપ કર્યા પરંતુ કૃષિબિલ સંપૂર્ણપણે ખેડૂતો વિરોધ છે. કૃષિ બિલનો હેતુ કઈ જુદો હોવાનું જણાય રહ્યું છે. આ બિલ બજાર આધારિત એટલે કે કોર્પોરેટ કંપનીનો દેશનાં કૃષિ ઉત્પાદક પર કબ્જો રહે તેવો હોવાથી કૃષિ ઉત્પાદનોનો વેપાર કરનારાઓને મહત્મ જથ્થો રાખવાની છૂટ આપવામાં આવી છે. જેથી બજારમાં બનાવટી અછત ઊભી કરી લૂંટ કરવાનો છૂટો દોર મળશે. તેથી ખેડૂતોનું શોષણ થશે. કોર્પોરેટ ખેતી ભારત દેશનાં ખેડૂતને નુકસાન કરશે. આ અંગે પંજાબ, હરિયાણા, બંગાળ, બિહાર, ઓરિસ્સા જેવા રાજયોનાં ખેડૂતો વિરોધ આંદોલન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં વધુ રાજયો આ વિરોધમાં જોડાશે એમ જણાય રહ્યું છે ખેડૂતોનો વિનાશ અને ઉદ્યોગપતિઓનો વિકાસ એ મોદી સરકારનું મુખ્ય મંત્ર બની ગયો છે.
ભરૂચ : કૃષિબિલ ખેડૂતોનો વિનાશ કરી કોર્પોરેટર કંપનીઓનો વિકાસ કરશે.
Advertisement