તાજેતરમાં તા.16-9-2020 નાં રોજ રાત્રિનાં સમયે 11 વાગ્યાનાં સુમારે એક ઇજનેરને બે ઇસમો દ્વારા લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતાં ભરૂચની આશીર્વાદ સોસાયટીમાં રહેતા ઇજનેર રાત્રિના અગિયાર વાગ્યે રિક્ષાની રાહ જોય ઊભા રહ્યા હતા ત્યારે આ બનાવના આરોપી સન્ની મુકેશભાઇ મિસ્ત્રી રહે. વેજલપુર ભરૂચ નાઓએ બસ સ્ટેન્ડ પર આવી રિક્ષાની રાહ જોઈ રહેલા કુમારન એમ. મુરુગેશનને પોતે પોલીસ હોવાનો પરિચય આપી આરોપીએ ફરિયાદીને મઢૂલી સર્કલ પાસે સન્ની મિસ્ત્રીએ કુમારનને તમાચા મારી મોબાઈલ ખૂંચવી લીધો હતો અને ત્યારબાદ જબરજસ્તી મોટરસાઇકલ પર નંદેલાવ લઈ ગયો હતો અને ત્યાં આ બાનવનો આરોપી નં.2) શેખ મહંમદ અફઝલ રહે. વેજલપુર ભરૂચ નાઓ રિક્ષા લઈ ઊભો હતો. મહંમદ શેખ અને સન્નીએ કુમારનને માર મારી તેનું પાકીટ વીંટી વગેરે લઈ લીધા હતા. ત્યારબાદ ATM લઈ ગયા અને કુમારન પાસે રૂ. 12,000 પડાવ્યા હતા. આ ઉપરાંત મોબાઈલ દ્વારા રૂ. 1500 નું ટ્ર્રાન્જેકશન પણ કરાવ્યુ હતું. આમ કુલ 15,350 ની લૂંટ કરી હતી. તેઓને બંનેને ભરૂચ એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી મુદામાલ રિકવર કરી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ : પોલીસની ઓળખાણ આપી ઈજનેરને લૂંટી લેનાર બે આરોપી ઝડપાયા.
Advertisement