છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ભરૂચ પંથકમાં લૂંટ, ગેરકાયદેસર હથિયારો ઝડપાયા તેમજ ચોરી જેવા બનાવો બનતા લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. જોકે આવા બનાવોમાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવામાં પોલીસતંત્રને સફળતા પ્રાપ્ત થઈ છે. તેમ છતાં તસ્કરો હજી તરખાટ મચાવી રહ્યા છે. જોકે તુલસીધામ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરી સોસાયટીમાં બંગલા નં.35 માં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે વિગતે જોતાં ફરિયાદી અજીતસિંહ સુંદરસિંહ જાતની પોલીસ ફરિયાદ મુજબ તેઓ તાજેતરમાં તા.16-9-2020 નાં રોજ શ્રાદ્ધ વિધિ માટે કલોલ ગયા હતા જેથી મકાનને તાળું માર્યું હતું. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનનાં દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તથા ડબલ બેડનાં કબાટમાંથી 2 કિલો કરતાં વધુ વજનનાં ચાંદીના દાગીનાની તેમજ 41 હજાર રોકડ નાણાંની ચોરી કરી હતી. કુલ રૂ.1.84 લાખની ચોરી થતાં આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે તપાસની શરૂઆત કરેલ છે.
ભરૂચમાં તસ્કરો બન્યા બેફામ તુલસીધામ વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો.
Advertisement