અાજે જ્યારે સમગ્ર વિશ્વમાં ભણતર ક્ષેત્રે જિજ્ઞાસા વધી રહી છે. ત્યારે દરેક માતા પિતા પોતાના વ્હાકસોયા સંતાનોને પોતે વેદના વેઠીને પણ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સજાગ બન્યા છે. અામોદ તાલુકાના નાનકડા એવા ઇખર ગામમાં રહેતા અલીભાઇ પટેલ કે જેઓ એક ગરીબ પરિવારમાંથી અાવે છે. તેઓએ પોતાની દિકરી અઝીઝાબાનુને ઉચ્ચ શિક્ષણ અપાવી મેડિકલ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરાવતા સમગ્ર ઇખર ગામમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.
અલીભાઇએ પોતે ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હોવા છતાં દિકરીની ભણીને અાગળ જવાની ઇચ્છાને પૂર્ણ કરી અઝીઝાબાનુને તેઓ અભ્યાસાર્થે ઓડિસા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં, યુક્રેન એડમિશન અપાવી M.D, M.B.B.B.S. અભ્યાસાર્થે મોકલી તો અઝીઝાબાનુએ પણ પોતાના માતા પિતાના સ્વપનોને સાકાર કરી બતાવવા રાત દિવસ અથાગ મહેનત કરી પોતાના માતા પિતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું.
અઝીઝાબાનુએ મેડિકલ ક્ષેત્રે નામ રોશન કરી M.D, M.B.B.B.S. ડિગ્રી પ્રાપ્ત કરતા અાજે તેના માતા પિતાની છાતી ગજ ગજ ફુલવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલીભાઇ પોતાના અન્ય ત્રણ બાળકોને પણ મેડિકલ ક્ષેત્રે અભ્યાસાર્થે મુક્યા છે. ગરીબ પરિવારના મોભી એવા અલીભાઇએ પોતાની દિકરીને પેટે પાટા બાંધી ઉચ્ચ શિક્ષન અપાવી ખરા અર્થમાં સરકારના સુત્ર બેટી બચાવો, બેટી પઢાવોને સાર્થક કરી બતાવતા ઇખર ગામ સહિત અાસપાસના ગામોમાં સરાહના થઇ રહી છે..
હારૂન પટેલ