કોરોનાનો ભય સમગ્ર ભરૂચ જીલ્લામાં જણાય રહ્યો છે. રોજ કોરોના પોઝિટીવનાં દર્દી વધી રહ્યા છે ત્યારે કોરોના સામે બેજવાબદારી અને લાપરવાહી રાખતા લોકો અને વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ તેના સ્થાને વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરી રહ્યા છે. જેમ કે એમ.કે. કોલેજ ઓફ કોમર્સનાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સને અવગણી કોરોનાનાં ભયને બાજુ પર રાખી ભેગા થયા હતા. B.COM લાસ્ટ સેમેસ્ટરની પરિક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ ભેગા થયા હોવાનો વિડીયો વાઇરલ થતાં આ બાબત લોકચર્ચાનો વિષય બનેલ છે.
Advertisement