(ફાઇલ ફોટો) ભરૂચ જિલ્લામાં આજે બપોર થી કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે ભારે વરસાદી માહોલ છવાયો હતો. જિલ્લાના અલગ અલગ ભાગોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વીજળી પડવાના પણ અનેક બનાવો જિલ્લામાં નોંધાયા હતા. જેમાં બે વ્યક્તિઓ સહિત પશુઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં અંકલેશ્વર ના ભાદી ગામ ખાતે વીજળી પડતા એક પુરુષ નું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ વાલિયા તાલુકાના નાના જામુડા ગામ ખાતે વીજળી પડતા 1 મહિલા સહિત 2 ઓશુઓના મોત થયા હતા. સાથે જ આમોદ તાલુકા ના રોંધ ગામ ખાતે વીજળી પડતા એક મહિલા ઘાયલ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ સમગ્ર જિલ્લામાં વીજ કડાકા સાથે વરસેલા વરસાદી માહોલમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા તેમજ 1 વ્યક્તિ ઘાયલ થયો હતો સાથે જ અનેક પશુઓના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
Advertisement