Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા બંધ ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ સપાટીએ : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ આપવામાં આવી.

Share

સરદાર સરોવર નર્મદા બંધ દરવાજા લગાવ્યા બાદ સતત બીજા વર્ષે તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચ્યો છે ત્યારે આજે નર્મદા બંધ ખાતે નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલ તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી રાજીવકુમાર ગુપ્તાના હસ્તે માં નર્મદાના નિરના વધામણાં કરાયા હતા અને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરાઈ હતી. તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી સરદાર સરોવર નર્મદા બંધના નીરના ઇ-વધામણા કર્યા હતા.

આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મ દિવસ છે ત્યારે ગત વર્ષે આજ દિવસે વડાપ્રધાન મોદી નર્મદા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં નર્મદાની પૂજા અર્ચના કરી હતી અને નર્મદાના નિરના વધામણાં કર્યા હતા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના અથાર્ક પ્રયત્નો થકી નર્મદા બંધ ઉપર દરવાજા લાગ્યા તેમજ આજે ડેમ સંપૂર્ણપણે ભરી શકાયો છે ઉપરાંત આજના દિવસે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજના પ્રસંગે નર્મદા નિગમના એમ. ડી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે આજે નર્મદા બંધ બીજીવાર સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. હાલ ડેમમાં પાણીનો લાઇવ જથ્થો ૫૮૭ કરોડ ઘનમીટર છે ત્યારે વડાપ્રધાનના અથાર્ક પ્રયત્નો તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણીને માર્ગદર્શન હેઠળ આ સાકાર થઈ શક્યું છે. સરોવર નર્મદા બંધ એન્જિનિયરિંગનું એક અદભુત ઉત્તમ નમૂનો છે જોવા જઈએ તો સરદાર સરોવર નર્મદા બંધમાં જેટલું સ્ટીલ અને કોન્ક્રીટ વપરાયું છે તેના દ્વારા ૨૭ બુર્જ ખલીફા બિલ્ડીંગ બનાવી શકાય છે બીજી રીતે જોઈએ તો લંડનથી ન્યૂયોર્ક સુધી ૫.૫ હજાર કિલોમીટરનો પાકો કોન્ક્રીટનો રસ્તો જે ૧૭ સેન્ટીમીટર જાડાઈ ૦૨ મીટર પહોળાઈનો બની શકે તેટલું કોન્ક્રીટ સરદાર સરોવર નર્મદા બંધમાં વપરાયું છે. નર્મદાના પાણીથી ૦૨ થી ૦૪ લાખ હેક્ટર ખેતીને લાભ થશે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ સુધીના કરોડો લોકોને ૦૧ વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પડી શકાય છે. હાલ નર્મદા બંધ ખાતે ૩.૨૫ કરોડ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે જેની કિંમત ૧૩.૨૫ કરોડ રૂપિયા છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ૩૦૦ થી વધી સાધુ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ ડેમના ૩૦ દરવાજા લગાવ્યા બાદ પૂજા અર્ચના કરી ગેટ બંધ કરાયા હતા બાદ પ્રથમવાર નર્મદા બંધ સંપૂર્ણ ભરાતા ૮ ઓગષ્ટ ૨૦૧૯ ના રોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા હતા આજે ફરી નર્મદા બંધ સંપૂર્ણ ભરાયો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા.


Share

Related posts

ભરૂચ : વડદલા ગામનાં પાટિયા પાસેથી વાહનમાં વહન થતો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયાના લીમોદરા ગામ ખાતે શરીર પર પેટ્રોલ છાંટી યુવકનો આપઘાત.

ProudOfGujarat

વાયુસેનાના જવાનોની જવાબી કાર્યવાહીની ભરૂચ જિલ્લાના રહેવાસીઓ પર અસર જાણો કેવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!