હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં મંદી અને મોંધવારીનું વાતાવરણ જણાય રહ્યું છે. આ મંદી અને મોંધવારીનાં વાતાવરણમાં આ વર્ષે અધિક માસ આવતા ભરૂચ જીલ્લાનાં લોકો એમ કહી રહ્યા છે કે દુકાળમાં અધિક માસ તે આનું નામ એમ કહી શકાય. આ માસ આવવાના પગલે શ્રાદ્ધની અમાસ અને નવરાત્રિ મહોત્સવનાં પ્રારંભ વચ્ચે એક મહિના જેટલું અંતર થઈ ગયું છે. અધિક માસમાં નર્મદા નદીનાં કિનારે દાન પુણ્યનો મહિમા છે પરંતુ કૂવામાં હોય તો હવાડામાં આવે એમ ભરૂચ જીલ્લાનાં લોકો પાસે જો દાન આપવા માટે રોકડા નાણાં કે અનાજ હશે તો તેઓ દાન આપશે પરંતુ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી ઉપરાંત મંદી અને મોંધવારીએ બેવડો માર માર્યો છે તેથી જ ગુજરાતીમાં ચાલી આવતી કહેવત દુકાળમાં અધિક માસ તે સાચી પડતી જણાય છે.
Advertisement