ભરૂચ જીલ્લામાં શાકભાજી અંગે ખૂબ દુખ દાયક પરિસ્થિતીનું સર્જન થયું છે. જયાં એકબાજુ ખેતરોમાં શાકભાજી સડી રહ્યા છે અને બીજીબાજુ ભરૂચ નગરનાં અને જીલ્લાનાં મહત્વનાં નગરોમાં શાકભાજી મોંધાં વહેંચાઇ રહ્યા છે. શાકભાજી પકવતા ભરૂચનાં ખેડૂતનાં જણાવ્યા અનુસાર પૂર અને ભારે વરસાદનાં પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે હજી પણ ખેતરોમાં કાદવ અને દલદલની પરિસ્થિતી છે. આ પરિસ્થિતીમાં ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી જેના પગલે શાકભાજી ખેતરોમાં સડી રહી છે. તેને તોડી લાવી શકાય તેમ નથી તો બીજી બાજુ ભરૂચ જીલ્લાનાં નગરોમાં શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીનાં ભાવમાં ડબલ કરતાં વધારે વધારો થતાં મહિલાઓનાં બજેટ ખોરવાય ગયા છે. શાકભાજી પકવતા ખેડૂતો સરકાર પાસે તેમને થયેલ નુકસાનનું વળતર અને નવી શાકભાજી પકવવા અંગે સહાયની માંગણી કરી રહ્યા છે.
Advertisement