ભરૂચ નજીક વહેતી નર્મદા નદીનાં કિનારે કોવિડ સ્મશાન આવેલ છે જેમાં એકમાત્ર મુસ્લિમ યુવક ઈરફાન મલેક અને તેમની ટીમ દ્વારા અત્યારસુધી 200 કરતાં વધુ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ઇરફાન મલેકનાં જણાવ્યા અનુસાર અમે પોતાની અને પરિવારની પરવાહ કાર્ય વગર આ કામ કરીએ છીએ. જયારે કોરોના પોઝિટિવ મૃતદેહોનાં પરિવારવાળા હાથ લગાવવા તૈયાર નથી હોતા એવા મૃતદેહોને અમારા દ્વારા હિન્દૂ વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવે જેથી અમને ખુશીનો અનુભવ થાય છે. ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી વધતાં કોરોનાથી મોત પામતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે ઈરફાન અને તેની ટીમ દ્વારા ખૂબ માનવતાવાદી કાર્ય થઈ રહ્યું છે. જેઓને ઠેરઠેરથી આદર અને સન્માન પ્રાપ્ત થઈ રહ્યા છે. કોમી એકતા અને ભાઈચારાનો આ એક આદર્શ અને ઉમદા ઉદાહરણ કહી શકાય કે જયારે એક મુસ્લિમ યુવક અને તેમની ટીમ હિન્દુઓને પણ તેમની વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. ગત રોજ વિવિધ સંસ્થા દ્વારા ઈરફાન મલેકને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાનાં કોવિડ સ્મશાનમાં કામ કરતો એકમાત્ર મુસ્લિમ યુવક જાણો કોણ ?
Advertisement