ભરૂચ નગરનાં લીમડીચોકનાં સ્થાનિક રહીશોએ સતિષભાઇ બાલુભાઈ વસાવા તેમજ અન્ય આગેવાનો સાથે ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા ગુજરાતનાં રાજયપાલ, મુખ્યમંત્રી, જીલ્લા પોલીસવડા તેમજ અન્ય અમલદારોને સંબોધી આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડીયા (IAI) નાં ભરૂચ જીલ્લા પ્રમુખ વિજયસિંહ વસાવા દ્વારા અપાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લીમડીચોક વિસ્તારમાં કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કે જાણ કર્યા વિના મોબાઈલ ટાવર લગાવવામાં આવેલ છે અને જે વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવામાં આવેલ છે તેની આજુબાજુમાં આવેલ વસ્તીમાં રહેતા લોકોની કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તેમજ લોકોને આ બાબતે અગાઉ જાણ પણ કરવામાં આવી નથી. તો બીજી બાજુ મોબાઈલ ટાવરની આડ અસર અંગે લોકોને ખબર ન હોય તેમ અજ્ઞાનતાનો લાભ લેવામાં આવી રહ્યો છે. મોબાઈલ ટાવરની બાજુમાં બાલમંદિર તેમજ રહીશોના મકાનો આવેલા છે. જેમાં રેડિયેશનની ગંભીર અસર થવાની સંભાવના છે. જેથી આ ટાવર તાત્કાલિક દૂર કરવા ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડીયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. વધુમાં ટાવર કોની પરવાનગીથી સદર વિસ્તારમાં ઊભું કરવામાં આવ્યું તે અંગેની જાણકારી પણ આપવામાં આવી નથી.
ભરૂચ : લીમડીચોકનાં સ્થાનિક રહીશોની પરવાનગી લીધા વિના મોબાઈલ ટાવર લગાવેલ હોવાથી તે દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement