ભરૂચ જીલ્લાનાં કલાકારો દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીને ભરૂચ જિલ્લાનાં કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ જણાવ્યા અનુસાર કોરોના મહામારી વચ્ચે લોકો જીવવા કટિબદ્ધ થઈ ગયા છે. સરકારે લોકડાઉનમાં પણ ઘણી છૂટછાટો આપી છે. તેથી જનજીવન ધમધમતું થયું ગયું છે. તેવામાં છેલ્લા 6 મહિનાથી વલખાં મારતા ગાયકો, સંગીતકારો અને સાઉન્ડ સિસ્ટમવાળાઓ પ્રત્યે હવે સરકારે સંવેદનશીલતા બતાવવી જોઈએ. સરકારે હવે નવરાત્રિ તથા અન્ય સામાજીક તથા ધાર્મિક પ્રસંગોનાં કાર્યક્રમ અંગે પરવાનગી આપવામાં આવે તેવી ભરૂચ જીલ્લા ગીત, સંગીત અને સાઉન્ડ સંગઠનની માંગણી છે. આવેદનપત્રમાં એમ પણ જણાવ્યુ છે કે કોરોનાનાં લોકડાઉનનાં કહેરમાં કલાકારો કારમી આર્થિક પરિસ્થિતી તંગીનો અનુભવ કરી રહ્યા છે. કારમી પરિસ્થિતીમાં ગુજરાન ચલાવવાનું તો દૂર પરંતુ સાઉન્ડ અને સંગીતનાં સાધનો વ્યાજે લાવનાર તેના નાણાંકીય હપ્તા ભરી શકતા નથી. પરિણામે કલાકારો હતાશા અને નિરાશાની લાગણી અનુભવી રહ્યા છે. ગુજરાતમાંથી બેથી ત્રણ સાઉન્ડ સિસ્ટમવાળાઓએ નાસીપાસ થઈ આત્મહત્યા કરતાં હોવાની ઘટનાઓ પણ બહાર આવી છે. જો હવે શક્તિની આરાધનાનું પર્વ ગણાતા નવરાત્રિ સહિતનાં સામાજીક ધાર્મિક પ્રસંગો અંગે છૂટ નહીં અપાય તો અનેક કલાકારો નાસીપાસ થઈ આત્મહત્યા કરવા તરફ વળશે. તેથી માંગણી કરવામાં આવી છે કે નવરાત્રિ મહોત્સવમાં ચોકકસ શરતોને આધારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેમ યોજવા પરવાનગી આપવામાં આવે અન્યથા ગીત, સંગીત અને સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલા કલાકારો સરકારી કાર્યક્રમોમાં સાથ નહીં આપે તેવી ચીમકી આપી છે.
ભરૂચનાં કલાકારોએ ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Advertisement