ભરૂચ એલ.સી.બી. પોલીસે જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ કામગીરી કરતાં એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલા અને તેમની ટીમની સફળતા પ્રાપ્ત થઈ હતી. એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી તે આધારે સેવાશ્રમ રોડ વિસ્તારમાં મૂળ ગાજીયાબાદનાં રહેવાસી રાહુલસિંહ નાનકસિંહ ખંડેલવાલા હાલ રહે. શ્રીજી સદન ઝાડેશ્વરને દેશી બનાવટની એક પિસ્તોલ, બે તમંચા અને 29 જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી ઝનુની સ્વભાવનો છે જેનો ગુનાહિત ઇતિહાસ જોતાં તે આઠ વર્ષથી ગુજરાતમાં રહે છે અને હાલ ભરૂચ શ્રીજી સદનમાં રહે છે. વર્ષ 2013 નાં ચકચારી મર્ડર કેસ સુનિલ તાપિયાવાલાની પત્ની હિરવા સાથે હિરવાનાં મકાનમાં રહે છે. આરોપી વર્ષ 2013 માં ભરૂચ શહેર એ ડીવીઝનમાં આપધાતની દુષ્પ્રેરણાનાં ગુનામાં ભરૂચ સબજેલ ખાતે જેલવાસ ભોગવતો હતો. તે દરમ્યાન તેની મુલાકાત આ હિરવા તાપિયાવાલા સાથે થયેલ અને પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ જેલમાંથી છૂટયા બાદ હિરવા સાથે રહે છે. આરોપી રાહુલસિંહ ખંડેલવાલા 29 કાર્ટીઝ સાથે પકડાયેલ છે. તેમજ વરના ફોર વ્હીલ કાર હિરવા તાપીયાવાલાની છે. આરોપી હથિયાર કયાંથી લાવ્યો તે અને તે કયાં ઇરાદાથી ફરતો હતો. તે તપાસનો વિષય છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં વર્ષ 2013 માં ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા આપધાત દુષ્પ્રેરણાનાં ગુનામાં પકડાયેલ છે. વર્ષ 2018 માં ભરૂચ શહેર એ ડીવીઝનમાં છેડતીનાં ગુનામાં ઝડપાયેલ છે. વર્ષ 2012 માં ઉત્તરપ્રદેશ રાજયનાં ગાજીયાબાદ વિજયનગર પોલીસ સ્ટેશન નોંધાયેલ ખૂન કેસનાં બનાવમાં ઝડપાયેલ હતો. આ અંગે પી.આઇ. જે.એન. ઝાલા, પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણ તેમજ વાય.જી. ગઢવી અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભરૂચ : ગાજીયાબાદનાં કુખ્યાત ગુનેગારને ગેરકાયદેસર લોડેડ પિસ્તોલ તથા બે તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement