સમગ્ર ભરૂચ નગરનાં આસપાસના વિસ્તારોમાં આવેલ રસ્તાઓ પર ગતિ અવરોધક એટલે કે સ્પીડ બ્રેકરો ઊભા કરવામાં આવ્યા છે. આવા સ્પીડ બ્રેકરો અકસ્માતને રોકવા કરતાં અકસ્માતને આમંત્રણ વધુ આપી રહ્યા છે. કેટલાક અકસ્માતો બમ્પર અંગેના સાઇન બોર્ડ ન હોવાના કારણે થયા છે તેથી શ્રી શ્રદ્ધાંજલી સેવા ભરૂચ સંસ્થા દ્વારા સેફટી સાઇન બોર્ડ ” આગળ બમ્પર છે વાહન ધીમે હાંકો” ને લગાડવામાં આવ્યું હતું, જેથી કરીને માનવજાતને નુકશાન થતું અટકાવી શકાય. ઝાડેશ્વર રોડ પર આવેલી જ્યોતિનગર ૦૧ સોસાયટી પાસે એક બમ્પર આવેલ છે જ્યાં કોઈ પણ જાતની સુરક્ષા માટેની સંજ્ઞા આપેલ નથી, કોઈ સફેદ પટ્ટા કે સાઈન બોર્ડ પણ લગાડવામાં આવેલ નથી જેના કારણે ઘણી વાર દ્વિચક્રી વાહનો અને ચારચક્રી વાહનોને દિવસ દરમિયાન અને ખાસ કરીને રાત્રિના સમયે ખુબ અગવડતા થતી હતી. નવાઈની બાબત એ છે કે બમ્પર બનાવવા અંગે અપાતાં કોન્ટ્રાકટમાં ઝીબ્રા પેન્ટિંગનો સમાવેશ થતો હોવા છતાં કોન્ટ્રાકટરો દ્વારા ઝીબ્રા પેન્ટિંગ કરવામાં આવતું નથી તેમ છતાં તેમણે નાણાં ચૂકવાઇ જાય છે જે ગંભીર બાબત કહી શકાય.
ભરૂચ : કોઈ પણ સુરક્ષા અંગેની નિશાની વગરનાં બમ્પર પર શ્રી શ્રદ્ધાંજલી સેવા ભરૂચ દ્વારા સેફટી સાઇન બોર્ડ મુકાયા.
Advertisement