ભારદારી ઓવરલોડેડ કંપનીની મશીનરી ભરેલી ટ્રકે કરજણ નજીક હાઇવે પર વડોદરા તરફથી ભરૂચ તરફ જતાં હાઇવે ઓવરબ્રિજ નજીકથી પસાર થતાં હાઇવે પર મારેલાં મોટા શહેરોનાં કિલોમીટર દર્શવાતાં બોર્ડ મારેલાં એંગલ સાથે ધડાકાભેર અથડાય જતાં એંગલનો ભાગ તૂટી સદભાગ્યે ટ્રેકની ઉપર પડી અટકી ગયો હતો. નહિતર નીચે જમીન પર તૂટી પડત તો અહીંથી પસાર થતાં કેટલાય વાહનો અને તેના ચાલકોનો ખુરડો બોલી ગયો હોત. સદનસીબે એવું કંઈ પણ નહીં થતાં પકઅવર્સ વાહનોથી ધમધમતા રોડ પર વાહનોનો મોટો બચાવ થયો હતો.
વિચિત્ર બનેલાં અકસ્માતમાં અહીં એલ એન ટી તંત્ર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાઆધિકારણ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ઓવરલોડેડ ટ્રકોમાં માલ સમાન કંપનીની મશીનરી ભરવાની લિમિટ અને જાહેર બોર્ડ મારવાના એંગલ બાબતે કોઈ જ નિયમો ઘડવામાં નથી આવ્યા ? હાઇવેથી પસાર થતાં ઓવરલોડેડ વાહનો સામે નિયમો ઘડવા માંગ ઉઠી છે અને એલ એન ટી દ્વારા બોર્ડ સંબધી કામગીરીની પણ તપાસ થવી જોઇએ તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.
ઇમરાન ઐયુબ મોદી.પાલેજ