તાજેતરમાં VNSGU યુનિવર્સિટી દ્વારા શુકવાર તા.11-9-2020 નાં રોજ એમ.કોમ સેમેસ્ટર ૪ ના એકાઉન્ટ ૧૧ ની પરીક્ષા હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પહેલાથી જ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. પ્રશ્નપત્રમાં કોર્ષ બહારનાં પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જે અંગે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાય ગઈ હતી. કોરોના મહામારીનાં આ યુગમાં વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરી પોતાની જાનનાં જોખમે પરીક્ષા આપવા ગયા હતા જે વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ હતી અને તેમની સાથે અન્યાય થયો હતો. પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થઈ જવા અંગે જવાબદાર સામે કાર્યવાહી કરવા અંગે NSUI નાં પ્રમુખ યોગી પટેલ અને અન્ય આગેવાનો દ્વારા નર્મદા કોલેજ ઝાડેશ્વર ખાતે ઉગ્ર વિરોધ કરી કોલેજનાં આચાર્ય મારફત યુવર્સિટીનાં કુલપતિ અને શિક્ષણમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement