ભરૂચ જીલ્લાનાં તમામ નાગરિકો વતી અબ્દુલ રજાક યુસુફ કામઠી તેમજ સાથીદારોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિદેશમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાઉથ આફ્રિકામાં વસતા ભારતીયોની જાનમાલની હિફાઝત કરવા તેમજ સાઉથ આફિકમાં વસતા લોકોને સુરક્ષા આપવા તેમજ નિગ્રો લૂંટારુઓ સામે કાયદેસરનાં પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકામાં વસતા ભારતીયો ત્યાં ધંધા રોજગારી ચલાવી કુટુંબનું ગુજરાન કરી રહ્યા છે. ત્યારે આફ્રિકામાં અવારનવાર ગુંડા તત્વો એવા નિગ્રો (કાળિયા) દ્વારા ભારતીયો પર ભયંકર હુમલા થાય છે તેમજ ભારતીયોની માલ-મિલકત લૂંટી લેવાય છે. અંધાધૂંધ ગોળીબારમાં કેટલાક ભારતીયોનાં મોત પણ નીપજયાં છે. છેલ્લા 10 વર્ષોમાં લૂંટના બનાવમાં ભારતીય યુવાનોનાં મોત નીપજયાં હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે અબ્દુલ રજાક યુસુફ કામઠી તથા સમસ્ત ભરૂચ જીલ્લાનાં તમામ રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મૂળ ભારતીય અને હાલ સાઉથ આફ્રિકામાં વસતા લોકોની જાનમાલની હિફાઝત કરે તેવી માંગણી કરી તે નિગ્રો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે અને આમ નહીં કરવામાં આવે તો અબ્દુલ કામઠી અને અન્ય લોકો મુંબઈ ખાતે સાઉથ આફ્રિકામાં આવેલ એમ્બેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
ભરૂચ : સાઉથ આફ્રિકામાં નિગ્રો લૂંટારુઓ દ્વારા ભારતીયો પર હુમલા થતાં હોવા મામલે કડક પગલાં ભરવા માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement