આજે તારીખ.13-09-2020 ના રોજ વિશ્વ અધિકાર ની ઉજવણી થઈ રહી છે. ત્યારે આદિવાસીઓને પણ અધિકારો અંગેના માંગણીઓ અંગેના મેસેજ વાયરલ થઇ રહ્યા છે. આદિવાસી મસીહા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ વિશ્વ અધિકાર દિન નિમિત્તે આદિવાસીઓના અધિકારોની જાગૃતિ લાવવા માટે મોટાપાયે મેસેજ કરવા અપીલ કરી હતી. જેને વ્યાપક જનસમર્થન મળતા આજે ઇન્ડિયા ટોપ ફાઈવ માં વિશ્વ અધિકાર દિન નિમિત્તે આદિવાસી અધિકાર અંગેના મેસેજ નો સમાવેશ થયેલ છે ટવિટર પર મોટાપાયે લોકોએ આદિવાસી અઘિકાર દિવસની વિગતો મુકતા આ મેસેજ ટ્રેડ થયો હતો અને ટવીટરની દુનિયામાં ઈન્ડીયા ટોપ ફાઈવ માં સમાવેશ થયો હતો.
Advertisement