તારીખ ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૦ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક્ટ ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન ઝૂમ,ફેસબુક તથા યુટયુબના માધ્યમથી ગુજરાત કેડરનાં આઈ.પી.એસ અધિકારી શ્રી.અતુલ કરવાલ દ્વારા લખાયેલ પુસ્તક “થિંક એવરેસ્ટ – એ કરેજયસ પાથ”ના કાર્યક્રમું આયોજન કરવામાં આવ્યું હતું.તેઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ દઢ મનોબળ તથા અતૂટ આત્મવિશ્વાસ કેળવી વર્ષ ૨૦૦૮માં માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો.તે આખી જર્નીને તેમણે આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે વર્ણવેલી છે.તેઓમાંથી લોકોને પ્રેરણા મળે ખાસ એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રોટરી પ્રમુખ શ્રી.પ્રવિણદાન ગઢવી,પૂર્વ પ્રમુખ શ્રીમતિ.પૂનમ શેઠ,રોટરી અને રોટરેક્ટના સભ્યો તથા ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત વિજયભાઈ સોલંકીએ શૌયગીતથી કરી હતી.કાર્યક્રમનું સંચાલન યેશા શેઠે કર્યું હતું.અને અંતે આભાર વિધિ રોટરેક્ટ ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ના ડી.આર.આર સ્વપનિલ ગૌડ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત કેડરનાં આઈ.પી.એસ અધિકારી શ્રી.અતુલ કરવાલ દ્વારા લખાયેલ પુસ્તક “થિંક એવરેસ્ટ – એ કરેજયસ પાથ”ના કાર્યક્રમું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement