પરિણીતા પર માનસિક અને શારીરિક ત્રાસ અને નાણાંકીય માંગણીનાં બનાવો સમાજમાં ઓછા થતાં નથી જે અંગેનો એક ચોંકાવનારો બનાવ આમોદનાં નુરાની પાર્ક ખાતે રહેતા મુમતાજબેન સાથે બન્યો છે. તેમના પતિ સવબાન ઐયુબ નવગજા તથા સાસુ રહીમબેનએ મુમતાજને કેનેડા લઈ જવાની વાત કરી હતી પરંતુ તા.5-8-2010 માં લગ્ન બાદ દર વર્ષે બે-ચાર મહિના પતિ રોકાયને ફરી કેનેડા જતાં રહેતા હતા. લગ્ન વખતે કેનેડા જવાની ફાઇલની ફી રૂ. દોઢ લાખ જેટલી આપવા જણાવેલી તે ટુકડે ટુકડે કરી આપી હતી. ત્યારબાદ પણ પતિ અને સાસરિયાં દ્વારા યેનકેન પ્રકારે નાણાં માંગવામાં આવતા હતા. કેનેડાનાં એકાઉન્ટમાં પણ છ સવા છ લાખ રૂ. જમા કરાવેલ તેમ છતાં પતિ સવબાન ઐયુબ નવગજા વારંવાર માનસિક અને સારીરિક ત્રાસ આપતા હતા, તેમાં સસરા ઐયુબ વલી નવગજા, સાસુ રહીમા ઐયુબ પટેલ, જેઠ સલમાન ઐયુબ વલી પટેલ, જેઠાણી સુમૈયા સલમાન પટેલ, સાસુ નં.2 સલમા ઐયુબ નવગજા, સાસુ નં.3 સબાના ઐયુબ વલી નવગજા, દિયર જાહિદ મહંમદ સઇદ માસ્ટર, જેઠ નઇમ ગની તિજોરીવાલા, જેઠાણી યસિરા નઇમ તિજોરીવાલા, કે જેઓ મનુબર તાલુકો ભરૂચ ખાતે રહે છે અને કેટલાંક સંબંધી કરમાડ, દહેગામ, ભડકોદ્રા, જેવા ગામો ખાતે રહે છે. તેમનાં તરફથી વખતોવખત નાણાંની માંગણી અંગે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી પરિણીતાએ દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવનાં પગલે ભરૂચ જીલ્લામાં સામાજીક ક્ષેત્રે ચર્ચાનો વિષય બની ગયો છે.
ભરૂચ : પરણીતા પાસે વિઝા ફાઇલનાં રૂ. દોઢ લાખ માંગી અન્ય બહાના કરી સાસરિયાએ ટુકડે ટુકડે રૂ. 23 લાખ પડાવ્યા જાણો કયાં અને કેવી રીતે ?
Advertisement