દર વર્ષે ભરૂચ જીલ્લામાં નવરાત્રિ મહોત્સવનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. આવા નવરાત્રિ મહોત્સવ અંગે મહિનાઓ અગાઉથી તૈયારીઓ થવા લાગે છે. તેમાં પણ ખાસ કરીને નામાંકિત ગાયક કલાકારો અને સાજીંદાઓને મહિનાઓ આગાઉ મોટી રકમ આપી બુક કરી લેવાય છે. આવી જ રીતે ફરાસખાના અને નવરાત્રિ મહોત્સવને લગતી અન્ય બાબતો અંગે પણ બુકિંગ કરી લેવાય છે. પરંતુ આ વર્ષે કોરોનાનાં પગલે અત્યારસુધી કોઈ બુકિંગ કરવામાં આવ્યા હોય તેમ જણાતું નથી ત્યારે ભરૂચ જીલ્લાનાં નવરાત્રિ મહોત્સવનાં આયોજકો નવરાત્રિ મહોત્સવ અંગે કોરોના યુગમાં સરકાર પરવાનગી આપશે કે કેમ તે અંગે મૂંજવણ અનુભવી રહ્યા છે. જો સરકાર કોરોના મહામારીમાં નવરાત્રિ મહોત્સવનાં આયોજન પગલે પરવાનગી આપે તો તે બાબત જુદી છે. પરંતુ માત્ર 100 કે 200 ખેલૈયા માટે પરવાનગી આપવામાં આવે તો નવરાત્રિ મહોત્સવનાં આયોજકોની હાલત વધુ કફોડી બની જશે તેમણે ના છૂટકે સ્થાનિક કલાકારો પર આધાર રાખવો પડશે અથવા તો સુકનનાં 5 ગરબા ગવડાવીને ધાર્મિક રીત રસમ પૂર્ણ કરવી પડશે એવું લાગી રહ્યું છે. હાલ તો થોભો અને રાહ જુઓ તેવી પરિસ્થિતી છે.
ભરૂચ : આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન થશે કે કેમ ? આયોજકો મૂંજવણમાં…
Advertisement