સાઉથ આફ્રિકામાં મૂળ ગુજરાતીઓને વારંવાર લૂંટી લેવામાં આવે છે. આવા લૂંટનાં બનાવનાં પગલે સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાત સમાજમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ભરૂચ જીલ્લાનાં અને સાઉથ આફ્રિકામાં રહેતા લોકો પર હુમલા અને લૂંટનાં બનાવો વધી રહ્યા છે.
તાજેતરમાં જ ભરૂચને અડીને આવેલ સાંસરોદ ગામનાં મૂળ વતની દક્ષિણ આફ્રિકામાં રોજીરોટી માટે સ્થાયી થયેલ વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો હતો. જયારે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે જેમાં ગત તા.7 નાં રોજ સાઉથ આફ્રિકાનાં જનીન શહેરમાં નિગ્રો લૂંટારુઓએ ભરૂચ જીલ્લાનાં કાવી ગામનાં યુવાનોને લૂંટી લીધા હતા. લૂંટારુઓએ રોકડ રકમ અને ઘરેણાંની લૂંટ કરી હતી. આવા બનાવો બનતા સાઉથ આફ્રિકામાં વસતા ભરૂચનાં રહેવાસીઓમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. અત્રે નોંધવું રહ્યું કે વારંવાર ભરૂચનાં અગ્રણીઓ દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. જેમાં સાઉથ આફ્રિકા અને અન્ય દેશોમાં રહેતા ભરૂચનાં મૂળ વતનીઓ અંગે સધન વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી. પરંતુ આવા આવેદનપત્રની તંત્ર પર કોઈ અસર થઈ નથી.
ભરૂચ : દક્ષિણ આફ્રિકામાં વધુ એક લૂંટનો બનાવ બન્યો જેમાં ભરૂચ જીલ્લાનાં વતનીને લૂંટી લેવામાં આવ્યો.
Advertisement