અખિલ ભારતીય માનવધિકાર નિગરાની સમિતિ ભરૂચ દ્વારા શિક્ષણમંત્રી ગાંધીનગરને ભરૂચ જીલ્લા અધિકારી (પ્રાથમિક) દ્વારા RTE એકટ હેઠળ સમગ્ર ગુજરાતમાંથી વિસંગતતાનાં કારણે આશરે 24,000 ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેની ફરી ચકાસણી માટે ફરી એક મોકો આપવા વિનંતી કરવામાં આવી છે. આ અંગે વધુ જોતાં ગુજરાતનાં તમામ જીલ્લામાં RTE એકટ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રક્રિયામાં ઘણા વિદ્યાથીઓને અન્યાય થયેલ છે. RTE એકટ હેઠળ ફોર્મ ભરવા માટે જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં સ્પષ્ટતા કરવાને બદલે વાલી અને વિદ્યાર્થીઓમાં વધુ ગેરસમજ થાય એવી આંટીઘૂંટી દર્શાવવામાં આવી છે.વિદ્યાર્થીઓનાં ફોર્મ રદ થયેલ છે. જે અંગે ફરી વિદ્યાર્થીઓને તક આપવા વિનંતી કરવામાં આવી છે. આ તમામ બાબતની રજૂઆત કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા શિક્ષણ સમિતિના અધિકારીશ્રીને આપવામાં આવ્યું જેમા અખિલ ભારતીય માનવધિકાર નિગરાંની સમિતિ ભરૂચ જીલ્લા પ્રમુખ કાલુ ચૌહાણ, ગુજરાત સચિવ ધર્મેન્દ્ર સિંહ ગઢવી, ભરૂચ જીલ્લા સચિવ ચેતન ભાઈ પટેલ હાજર રહ્યા હતા.
ભરૂચ : RTE એકટ હેઠળ રદ થયેલ ફોર્મ અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી.
Advertisement