ખાણ અને ખનીજ શાખાનાં કર્મચારીઓ દ્વારા વર્ષ 2017 માં લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ માંગવાનો બનાવ જુલાઇ 2017 માં બન્યો હતો. જેમાં સાહેબ દ્વારા રેકી અને ખનીજનાં સ્ટોક કરવા અંગેની મુદ્દત વધારવા માટે કરાય હતી. જે અંગે જે-તે સમયે દિલિપકુમાર મહેન્દ્રપ્રસાદ પાઠક જુનિયર ક્લાર્ક, રમેશ કરસન રાઠોડ તત્કાલિન ડ્રિલર દ્વારા રૂ.2 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે લાંચ રૂશવત વિરોધી શાખા દ્વારા ખૂબ સધન તપાસ કરવામાં આવી હતી. સૌ પ્રથમ વિડીયો કલીપની સીડી એફ.એસ.એલ. ની માહિતી ગાંધીનગર ન મોકલી તેની ખરાઈ કરવામાં આવી હતી. આ સાથે સાહેબોએ કરેલ ખુલાસો તેમજ ભરૂચ ભુસ્તર શાસ્ત્રી કચેરી ભરૂચ તરફથી મળેલ દસ્તાવેજી માહિતી તેમજ ઓડિયોમાં આવેલ વોઇસનું સ્પેકટ્રોગ્રાફી પરીક્ષણ કર્યા બાદ આખરે આરોપી 1) દિલિપકુમાર મહેન્દ્રપ્રસાદ પાઠકને તા.9-9-2020 નાં રોજ ધરપકડ કરી નામદાર અદાલતમાં રજૂ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવેલ છે તથા આરોપી 2) રમેશ કરસન રાઠોડ ની તા.10-9-2020 નાં રોજ અટક કરેલ છે.
ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?
Advertisement