દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે ભરૂચ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે એક ઈસમ કાળા કલરની પ્લાસ્ટિક ની થેલીમાં ચોરીના મોબાઈલ ફોન લઈને વેચવા ફરે છે જે શંકાસ્પદ જણાતા તેને નર્મદા ચોકડી ઓવર બ્રિજ પાસે રોકી તેની તપાસ કરતા થેલીમાં નવ જેટલા મોબાઈલ ફોનો અલગ-અલગ કંપનીના જણાયા હતા.આ વ્યક્તિની ઉડાન પૂર્વક પૂછપરછ કરતા તેણે પોતાની ઓળખ મીનરાજ ઉર્ફે બોબડા શબ્બીર પટેલ ઉમર વર્ષ ૨૬ કે જે મજૂરી કામ કરે છે અને હાલ મદીના પાર્ક ભરૂચ ખાતે રહે છે જયારે મૂળ રહેવાસી સુરતનો હોવાનું જણાવ્યું હતું.આ આરોપી પાસેથી વિવિધ કંપનીના નવ જેટલા મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા ૪૩૦૦૦ મળી આવ્યા હતા.આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અગાવ મુંબઈ નાગપાણ ખાતે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો.ત્યારબાદ ત્રણ વર્ષ અગાવ ખૂનની કોશિશ ના ગુનામાં ઝડપાયો હતો.સુરત ખાતે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ૬ વાહન ચોરીના ગુનામાં તેમજ મોબાઈલ ચોરીના ગુનામાં ઉપરા પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ છે.આરોપીની મોડેસઓપરેંડી જોતા તે પોતાના સાથીદારો સાથે રિક્ષામાં બેસી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી લઇ રિક્ષામાં બેસ્ટ ફાવતું નથી એમ કહી પેસેન્જરને રસ્તા વચ્ચે ઉતારી દઈ ગુનો કરવાની ટેવ ધરાવે છે.ભરૂચ એલ.સી.બી એ સદર આરોપીની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.