ભરૂચ નગરમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવાય છે જેમ કે કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જેટલા મકાનનાં નળનું જોડાણ કાપી નાંખવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે. નર્મદા એપાર્ટમેન્ટ નામે ઓળખાતા આ 500 મકાનો જર્જરિત બન્યા બાદ નોટિસ આપવા છતાં ખાલી કરવામાં ન આવતા આખરે નળનાં જોડાણ કાપવા અંગે નોટિસ આપવામાં આવી છે. જેનો સીધો અર્થ એ થાય કે નળનું જોડાણ કાપી નાંખવામાં આવે તો લોકો પાણી વગર રહી ન શકે જેથી મકાન ખાલી થઈ જાય. પરંતુ આવી રીતે નળનું જોડાણ કાપી નાંખવું એ કાયદા સાથે સુસંગત છે કે કેમ તે જોવું રહ્યું.
Advertisement